સોનુ તને મારા પર ભરોસો નય કે
સોનુ તને મારા પર ભરોસો નય કે એ હેનિલ ગાંધી દ્વારા દિગ્દર્શિત અને સૂરજ બરાલિયા દ્વારા લિખિત ૨૦૨૨ ની ગુજરાતી કોમેડી ફિલ્મ છે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં મલ્હાર ઠાકર, નિજલ મોદી, રાગી જાની, કલ્પના ગર્ગેકર અને અન્ય કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
જીગર ચૌહાણ અને સની દેસાઈ દ્વારા નિર્મિત આ ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
કલાકારો અને ક્રૂ
- દિગ્દર્શન: હેનિલ ગાંધી
- લેખક: સૂરજ બરાલિયા
- નિર્માતા: જીગર ચૌહાણ, સની દેસાઈ
- મુખ્ય કલાકારો: મલ્હાર ઠાકર, નિજલ મોદી, કલ્પના ગાર્ગેકર, રાગી જાની
- સિનેમેટોગ્રાફી: હિમાંશુ દુબે
- સંગીત: રાહુલ મુંજારીયા
- પ્રોડક્શન કંપની: જીગર ચૌહાણ પ્રોડક્શન્સ
- વિતરક: રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ
- રજૂઆત તારીખ: ૧૯ મે ૨૦૨૨
- સમયગાળો: ૧૨૫ મિનિટ
- દેશ: ભારત
- ભાષા: ગુજરાતી
સોનુ તને મારા પર ભરોસો નય કે ફિલ્મનું ટ્રેલર
કથા
મધ્યમવર્ગીય પરિવારનો કાર્તિક ચોર બજારમાંથી એક ટીવી ખરીદે છે જે ખામીયુક્ત નીકળે છે. ટીવીને સુધારવાના તેના પ્રયાસમાં, કાર્તિકને તેમાં સોનાના સિક્કા મળે છે. તે આ સોનું પોલીસને સુપરત કરે છે અને તેની પ્રામાણિકતા માટે ૧૦% કમિશન કમાય છે. જ્યારે સોનાના સિક્કાનો દાણચોર કાર્તિકના ઘરે પહોંચે છે, ત્યારે વસ્તુઓ એક રમુજી વળાંક લે છે. કાર્તિક આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળશે? શું દાણચોરને તેના સોનાના સિક્કા પાછા મળશે?
કલાકારો
- મલ્હાર ઠાકર
- નિજલ મોદી
- રાગી જાની
- કલ્પના ગાગડેકર
- જયેશ મોરે
- મેઘના સોલંકી
- આરજે હિરેન બારોટ
- રાજપાલ વાઘેલા
- ડોલી ત્રિવેદી
- બંસી રાજપૂત
આ ફિલ્મ જીગર ચૌહાણ, મલ્હાર ઠાકર અને સની દેસાઈ દ્વારા જીગર ચૌહાણ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારીયા દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. દલેર મહેંદી અને અલ્તાફ રાજાએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું હતું.
આવકાર
OTTplay એ ફિલ્મના નિર્દેશનની પ્રશંસા કરી હતી, પરંતુ અભિનયની નહીં.
રજૂઆત
આ ફિલ્મ ૧૯ મે, ૨૦૨૨ ના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી.
