હિતુ કનોડિયા (Hitu Kanodia)
|

હિતુ કનોડિયા (Hitu Kanodia)

હિતુ કનોડિયા એક ગુજરાતી ફિલ્મ અભિનેતા છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કર્યું છે. તેઓ ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત, તેમણે ગુજરાતી ટીવી સિરિયલો અને હિન્દી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

જન્મ: 21 ફેબ્રુઆરી 1970
વ્યવસાય: ગુજરાતી ફિલ્મ અભિનેતા અને રાજકારણી

જીવનવિશેષ

હિતુ કાનોડિયાનો જન્મ 21 ફેબ્રુઆરી 1970ના રોજ ગુજરાતમાં થયો હતો. તે જાણીતા અભિનેતાના તથા રાજકારણી નરેશ કનોડિયા અને રતન કનોડિયાના પુત્ર છે. તેમણે 12મું ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની ફિલ્મી કારકીર્દી બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

રાજકીય કારકિર્દી

  • 2012: હિતુ કાનોડિયાએ કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા.
  • 2017: તેઓ ઈડર વિધાનસભા બેઠકથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખાનગી જીવન

હિતુ કાનોડિયાએ અભિનેત્રી મોના થીબા સાથે 14 ઑગસ્ટ 2014ના રોજ અમદાવાદમાં લગ્ન કર્યા હતા. તેમને રાજવીર નામનો એક પુત્ર છે, જેનો જન્મ 2015માં થયો હતો.

બાળ કલાકાર તરીકેની ફિલ્મો

વર્ષફિલ્મનું નામભૂમિકાભાષાનોંધ
ઢોલીગુજરાતી
સૈબા મોરા
ધોલા મારૂ
મેરુ મૂલાડે
ઉજળી મેરમણ
વંઝારી વાવ
ધર્મો
મેરુ મૂલાડે (ફરીથી)
જોગ સંજોગ
લેખને માથે મેખ
સતી અને ભગવાનહિન્દી
સાપ ત્યાં જમ્પ
વાત, વચન અને વેર
જુગલ જોડી
1985મેરુ માલણ
રાજ કુવર

પ્રમુખ ફિલ્મો (પ્રવૃત્ત અભિનેતા તરીકે)

વર્ષફિલ્મનું નામભૂમિકાભાષાનોંધ
સાજન તને મારા સમગુજરાતી
મંદાણિયો મોર / વહુરાણી
જન્મો જન્મ
રાજ રતન
ગોવાલિયો
લખતરની લાડી અને વિલાયતનો વર
સેન્તીનું સિંદૂર
મા તે મા બીજાં વચનવાવાળી
મન, મોતી ને કાચ
દાદાને આંગણ તુલસી
દીકરી તો પરકી થાપણ કહેવાય
હું તો ડુંગર નીચે ઘર રે કર્યાં
કાયદો
વાગી કળે કાતર તારા પ્રેમની
વાગ્યા પ્રેમના ઢોલ
રાજવીર – રહસ્યમય પ્રેમકથા
2000ચારેય દિશા ચહેરામાં
2014નહીં રે છૂટે તારો સા
વિશ્વાસઘાત
દિવાના દુશ્મન
હલ ભેરુ અમેરિકા
નો ટેન્શન
નહીં રે છૂટે તારો સાથ (ફરીથી)
દાળું દીધું મેં કાર્તકના મેળામાં
ગરીબની દીકરી, સાસરિયાંમાં ઠીકરી
2022રાડો
માધવ
2023વશ
હું
શુભ યાત્રા
3 એક્કા
2024પ્રેમનો પડકાર
કામઠાણ
જગત
નાસૂર
2025છૂટાછેડા
ફાટી ને?પરમલાલ
શુભચિંतक

પુરસ્કારો

  • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો પુરસ્કાર – ફિલ્મ “મેરુ મૂલાડે” માટે (1980–81)
  • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો પુરસ્કાર – ફિલ્મ “જુગલ જોડી” માટે (ભવિક વ્યાસ સાથે સંયુક્ત) (1982–83)
  • શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો પુરસ્કાર – ફિલ્મ “ઉજળી મેરમણ” માટે (1985–86)
  • શ્રેષ્ઠ અભિનેતા માટેનો પુરસ્કાર – ફિલ્મ “સાજન તને મારો સમ” માટે

0 Reviews

Write a Review

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *