દીક્ષા જોશી (Deeksha Joshi)

દીક્ષા જોશી (Deeksha Joshi)

દીક્ષા જોશી ગુજરાતની એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કાર્યરત છે. તેણે ૨૦૧૭ માં ફિલ્મ શુભ આરંભ થી અભિનયની શરૂઆત કરી હતી, ત્યારબાદ કરશનદાસ પે એન્ડ યુઝ (૨૦૧૭), શરતો લાગુ (૨૦૧૮), ધૂનકી (૨૦૧૯) માં કામ કર્યું હતું.

પ્રારંભિક જીવન

દીક્ષાનો જન્મ લખનઉ, ઉત્તર પ્રદેશ માં હેમ જોશી અને રશ્મિ જોશીની પુત્રી તરીકે થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદ સ્થળાંતર થયો. તેણે અમદાવાદની એકલવ્ય સ્કૂલ માંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ માંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો.

કારકિર્દી

દીક્ષાએ ૨૦૧૭ માં અમિત બારોટ દિગ્દર્શિત ફિલ્મ શુભ આરંભ થી તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે તે જ વર્ષે અન્ય બે ફિલ્મો કરશનદાસ પે એન્ડ યુઝ અને કલરબાઝ માં કામ કર્યું. કરશનદાસ પે એન્ડ યુઝ તેની પ્રથમ વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી.

તેનો આગામી પ્રોજેક્ટ મલ્હાર ઠાકર સાથે શરતો લાગુ હતો. આ પણ એક વ્યાવસાયિક સફળતા હતી. તેણે શરતો લાગુ માં તેની ભૂમિકા માટે ૨૦૧૮ માં GIFA બેસ્ટ એક્ટ્રેસ ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો. આ ફિલ્મ અને તેનું પ્રદર્શન બંનેને વિવેચનાત્મક અને વ્યાવસાયિક રીતે વખાણવામાં આવ્યા હતા. તેની આગામી ફિલ્મ પ્રતિક ગાંધી સાથે ધૂનકી હતી જે વિવેચનાત્મક રીતે વખાણવામાં આવી હતી.

૨૦૨૦ માં, દીક્ષાને ધૂનકી માટે ક્રિટીક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સ બેસ્ટ એક્ટ્રેસ (ગુજરાતી) મળ્યો. દીક્ષાએ દુર્ગેશ ટાન્ના દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ ની લવ સ્ટોરીઝ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે ૨૦૨૦ માં પણ રિલીઝ થઈ હતી.

તેણે દિવ્યાંગ ઠાકર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તે ઈશા કંસારા અને ગૌરવ પાસવાલા સાથે ચંદ્રેશ ભટ્ટના અનામી પ્રોજેક્ટમાં પણ જોવા મળશે.

દીક્ષા જોશીનો ઇન્ટરવ્યુ

દીક્ષા જોશીની ફિલ્મોની યાદી

મુખ્ય: (♦) રિલીઝ ન થયેલી ફિલ્મ(ઓ) દર્શાવે છે.

વર્ષશીર્ષકભૂમિકાદિગ્દર્શકભાષાનોંધ
૨૦૧૭શુભ આરંભરિદ્ધિમાઅમિત બારોટગુજરાતીડેબ્યૂ ફિલ્મ
૨૦૧૭કરશનદાસ પે એન્ડ યુઝજયાકૃષ્ણદેવ યાજ્ઞિકગુજરાતી
૨૦૧૭કલરબાઝતન્વીઝનાને રાજસિંહગુજરાતી
૨૦૧૮શરતો લાગુસાવિત્રીનીરજ જોષીગુજરાતી
૨૦૧૯ધૂનકીશ્રેયાઅનીશ શાહગુજરાતી
૨૦૨૦લવ ની લવ સ્ટોરીઝપ્રીતિદુર્ગેશ ટાન્નાગુજરાતી
૨૦૨૦૩૭૬ ડીસંધ્યાગુનવીન કૌર અને રોબિન સિકરવારહિન્દીબોલિવૂડમાં ડેબ્યૂ
૨૦૨૨પ્રેમ પ્રકરણચંદ્રેશ ભટ્ટગુજરાતી
૨૦૨૨જયેશભાઈ જોરદારપ્રીતિદિવ્યાંગ ઠાકરહિન્દી
૨૦૨૨ફક્ત મહિલાઓ માટેસ્નેહાજય બોડાસગુજરાતી
૨૦૨૨વાહલમ જાઓ નેરીનાહાર્દિક ગજ્જરગુજરાતી
૨૦૨૩લકિરોરીચાદર્શન અશ્વિન ત્રિવેદીગુજરાતી
♦ ૨૦૨૫કાશી રાઘવકાશીધ્રુવ ગોસ્વામીગુજરાતી
♦ ૨૦૨૫ઉંબરોઅન્વેષા સુધીરઅભિષેક શાહગુજરાતી
♦ (બાકી)કૌશલજીસ vs કૌશલયુગની બહેનસીમા દેસાઈહિન્દી

પુરસ્કારો

વર્ષપુરસ્કારશ્રેણીનોમિનેટેડ કાર્યપરિણામસંદર્ભ
૨૦૧૮ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA)શ્રેષ્ઠ અભિનેત્રીશરતો લાગુજીત[૧૬]
૨૦૧૮ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલશ્રેષ્ઠ અભિનેત્રીકરશનદાસ પે એન્ડ યુઝજીત
૨૦૨૦ક્રિટીક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સશ્રેષ્ઠ અભિનેત્રી (ગુજરાતી)ધૂનકીજીત

0 Reviews

Write a Review

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *