દીક્ષા જોશી (Deeksha Joshi)
દીક્ષા જોશી ગુજરાતની એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કાર્યરત છે. તેણે ૨૦૧૭ માં ફિલ્મ શુભ આરંભ થી અભિનયની શરૂઆત કરી હતી, ત્યારબાદ કરશનદાસ પે એન્ડ યુઝ (૨૦૧૭), શરતો લાગુ (૨૦૧૮), ધૂનકી (૨૦૧૯) માં કામ કર્યું હતું.
પ્રારંભિક જીવન
દીક્ષાનો જન્મ લખનઉ, ઉત્તર પ્રદેશ માં હેમ જોશી અને રશ્મિ જોશીની પુત્રી તરીકે થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદ સ્થળાંતર થયો. તેણે અમદાવાદની એકલવ્ય સ્કૂલ માંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ માંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો.
કારકિર્દી
દીક્ષાએ ૨૦૧૭ માં અમિત બારોટ દિગ્દર્શિત ફિલ્મ શુભ આરંભ થી તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે તે જ વર્ષે અન્ય બે ફિલ્મો કરશનદાસ પે એન્ડ યુઝ અને કલરબાઝ માં કામ કર્યું. કરશનદાસ પે એન્ડ યુઝ તેની પ્રથમ વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી.
તેનો આગામી પ્રોજેક્ટ મલ્હાર ઠાકર સાથે શરતો લાગુ હતો. આ પણ એક વ્યાવસાયિક સફળતા હતી. તેણે શરતો લાગુ માં તેની ભૂમિકા માટે ૨૦૧૮ માં GIFA બેસ્ટ એક્ટ્રેસ ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો. આ ફિલ્મ અને તેનું પ્રદર્શન બંનેને વિવેચનાત્મક અને વ્યાવસાયિક રીતે વખાણવામાં આવ્યા હતા. તેની આગામી ફિલ્મ પ્રતિક ગાંધી સાથે ધૂનકી હતી જે વિવેચનાત્મક રીતે વખાણવામાં આવી હતી.
૨૦૨૦ માં, દીક્ષાને ધૂનકી માટે ક્રિટીક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સ બેસ્ટ એક્ટ્રેસ (ગુજરાતી) મળ્યો. દીક્ષાએ દુર્ગેશ ટાન્ના દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ ની લવ સ્ટોરીઝ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે ૨૦૨૦ માં પણ રિલીઝ થઈ હતી.
તેણે દિવ્યાંગ ઠાકર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ અભિનીત જયેશભાઈ જોરદાર માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તે ઈશા કંસારા અને ગૌરવ પાસવાલા સાથે ચંદ્રેશ ભટ્ટના અનામી પ્રોજેક્ટમાં પણ જોવા મળશે.
દીક્ષા જોશીનો ઇન્ટરવ્યુ
દીક્ષા જોશીની ફિલ્મોની યાદી
મુખ્ય: (♦) રિલીઝ ન થયેલી ફિલ્મ(ઓ) દર્શાવે છે.
| વર્ષ | શીર્ષક | ભૂમિકા | દિગ્દર્શક | ભાષા | નોંધ |
|---|---|---|---|---|---|
| ૨૦૧૭ | શુભ આરંભ | રિદ્ધિમા | અમિત બારોટ | ગુજરાતી | ડેબ્યૂ ફિલ્મ |
| ૨૦૧૭ | કરશનદાસ પે એન્ડ યુઝ | જયા | કૃષ્ણદેવ યાજ્ઞિક | ગુજરાતી | |
| ૨૦૧૭ | કલરબાઝ | તન્વી | ઝનાને રાજસિંહ | ગુજરાતી | |
| ૨૦૧૮ | શરતો લાગુ | સાવિત્રી | નીરજ જોષી | ગુજરાતી | |
| ૨૦૧૯ | ધૂનકી | શ્રેયા | અનીશ શાહ | ગુજરાતી | |
| ૨૦૨૦ | લવ ની લવ સ્ટોરીઝ | પ્રીતિ | દુર્ગેશ ટાન્ના | ગુજરાતી | |
| ૨૦૨૦ | ૩૭૬ ડી | સંધ્યા | ગુનવીન કૌર અને રોબિન સિકરવાર | હિન્દી | બોલિવૂડમાં ડેબ્યૂ |
| ૨૦૨૨ | પ્રેમ પ્રકરણ | ચંદ્રેશ ભટ્ટ | ગુજરાતી | ||
| ૨૦૨૨ | જયેશભાઈ જોરદાર | પ્રીતિ | દિવ્યાંગ ઠાકર | હિન્દી | |
| ૨૦૨૨ | ફક્ત મહિલાઓ માટે | સ્નેહા | જય બોડાસ | ગુજરાતી | |
| ૨૦૨૨ | વાહલમ જાઓ ને | રીના | હાર્દિક ગજ્જર | ગુજરાતી | |
| ૨૦૨૩ | લકિરો | રીચા | દર્શન અશ્વિન ત્રિવેદી | ગુજરાતી | |
| ♦ ૨૦૨૫ | કાશી રાઘવ | કાશી | ધ્રુવ ગોસ્વામી | ગુજરાતી | |
| ♦ ૨૦૨૫ | ઉંબરો | અન્વેષા સુધીર | અભિષેક શાહ | ગુજરાતી | |
| ♦ (બાકી) | કૌશલજીસ vs કૌશલ | યુગની બહેન | સીમા દેસાઈ | હિન્દી |
પુરસ્કારો
| વર્ષ | પુરસ્કાર | શ્રેણી | નોમિનેટેડ કાર્ય | પરિણામ | સંદર્ભ |
|---|---|---|---|---|---|
| ૨૦૧૮ | ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA) | શ્રેષ્ઠ અભિનેત્રી | શરતો લાગુ | જીત | [૧૬] |
| ૨૦૧૮ | ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ | શ્રેષ્ઠ અભિનેત્રી | કરશનદાસ પે એન્ડ યુઝ | જીત | |
| ૨૦૨૦ | ક્રિટીક્સ ચોઇસ ફિલ્મ એવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેત્રી (ગુજરાતી) | ધૂનકી | જીત |
