મેહુલ સુરતી
મેહુલ સુરતી (જન્મ: 16 નવેમ્બર 1977) સુરત, ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટ્યજગતમાં સંગીત રચનાથી જાણીતા છે. કેવી રીતે જઇશ (2012), વિટામિન શી (2017), મોન્ટુ ની બિટ્ટુ (2019), હેલારો (2019), 21મું ટિફિન (2021), કમઠાણ (2024), કસૂંબો (2024) જેવી હિટ ફિલ્મો માટે તેમણે સંગીત આપ્યું છે.
પ્રારંભિક જીવન
મેહુલ સુરતીનો જન્મ 16 નવેમ્બર 1977ના રોજ સુરતમાં થયો હતો. તેમના પિતા ધનસુખલાલ સુરતી ડૉક્ટર હતા અને માતા મંજુલાબેન સુરતી શિક્ષિકા હતા. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હોવા છતાં તેમણે પૂર્ણ કર્યો નહીં. સંગીતમાં તેમનું તાલીમ કિરાણા ઘરાણા અને મેવાટી ઘરાણાની પરંપરામાં થયું છે.
કારકિર્દી
માત્ર 22 વર્ષની ઉંમરે મેહુલ સુરતીએ સંગીતકાર તરીકે પોતાનું કારકિર્દી શરૂ કર્યું. તેમની પહેલી ફિલ્મ હતી નર્મદા તારા વહિ જતાં પાણી (1999). ત્યારબાદ તેમણે અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાંથી કેટલાક મુખ્ય નામો છે:
- કેવી રીતે જઇશ (2012)
- આપણે તો ધીરુભાઇ (2014)
- જે પન કહિશ એ સાચુજ કહિશ (2016)
- પાસપોર્ટ (2016)
- કૂખ (2016)
- વિટામિન શી (2017)
- મોન્ટુ ની બિટ્ટુ (2019)
- શોર્ટ સર્કિટ (2019)
- હેલારો (2019) – જેને માટે તેમને શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્ઠ પાર્શ્વસંગીત માટે GIFA એવોર્ડ મળ્યો હતો.
તેમણે અનેક ગુજરાતી નાટકો માટે પણ પાર્શ્વ સંગીત આપ્યું છે જેમ કે પ્રિયા પપ્પા હવેટેા, આખર ની આત્મકથા, ખેલાંડો, કોઇ પન એક ફૂલનુ નામ બોલો તો, સમુદ્રમંથન, ધાડ.
સાથે જ તેમણે 200થી વધુ ગુજરાતી કવિઓની કવિતાઓને સંગીતમાં બાંધેલી છે, જેમાં નર્મદ, ઉમાશંકર જોષી, અર્દેશીર ખાબરદાર, મરીઝ, જયંત પાઠક, મુકુલ ચોકસી, સૌમ્યા જોષી વગેરેનો સમાવેશ થાય છે.
ફિલ્મની યાદી (સંગીતકાર તરીકે)
- નર્મદા તારા વહિ જતાં પાણી (2002)
- કેવી રીતે જઇશ (2012)
- આપણે તો ધીરુભાઇ (2014)
- જે પન કહિશ એ સાચુજ કહિશ (2016)
- પાસપોર્ટ (2016)
- કૂખ (2016)
- વિટામિન શી (2017)
- મોન્ટુ ની બિટ્ટુ (2019)
- હેલારો (2019)
- શોર્ટ સર્કિટ (2019)
- 21મું ટિફિન (2021)
- કમઠાણ (2024)
- કસૂંબો (2024)
- ઉમ્બરો (2025)
- શસ્ત્ર (2025)
આલ્બમ્સ
- નર્મદ ધારા (નર્મદની કવિતાઓ)
- પ્રેમ શૌર્ય ગુજરાત
- સારાંશ
- સાતત્ય
- હસ્તા રમતા
- અડધી રમતમાં
એવોર્ડ્સ અને સન્માન
તેમણે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ સન્માનો પ્રાપ્ત કર્યા છે:
- ૧૨મો ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ: શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક, ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ (૨૦૧૨) માટે.
- જીઆઈએફએ- ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ: શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ફિલ્મ ‘જે પણ કહીશ એ સાચું જ કહીશ’ (૨૦૧૬) માટે.
- ૧૯મો ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ: શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક, ફિલ્મ ‘મોન્ટુ ની બિટ્ટુ’ (૨૦૧૯) માટે.
- જીઆઈએફએ- ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ: શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક, ફિલ્મ ‘મોન્ટુ ની બિટ્ટુ’ (૨૦૧૯) માટે.
- ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ: શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક, ફિલ્મ ‘હેલ્લારો‘ (૨૦૧૯) માટે.
