નેત્રી ત્રિવેદી
નેત્રી ત્રિવેદીનો જન્મ ૨૨ જૂન, ૧૯૯૪ના રોજ અમદાવાદમાં થયો હતો. તે એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેના કામ માટે જાણીતી છે.
કારકિર્દી
નેત્રી ત્રિવેદીએ ૨૦૧૫માં કોમેડી-ડ્રામા ફિલ્મ ‘છેલ્લો દિવસ: અ ન્યૂ બિગિનિંગ’ થી અભિનયની શરૂઆત કરી હતી. એક મોડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ, તેણે ‘અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટેલર‘ (૨૦૧૭), ‘ફેરા ફેરી હેરા ફેરી’ (૨૦૧૮) અને ‘શું થયું?’ (૨૦૧૮) જેવી ફિલ્મોમાં કામ કર્યું.
નેત્રી ત્રિવેદીનો ઇન્ટરવ્યુ
નેત્રી ત્રિવેદીની ફિલ્મોની યાદી અને ટીવી શો:
- ફરી એક વાર: ખુશી (પોસ્ટ-પ્રોડક્શન)
- ચણિયા ટોળી: (નિર્માણાધીન)
- બાયસિકલ થીફ: સવિતા (પોસ્ટ-પ્રોડક્શન)
- આગંતુક (૨૦૨૩): માનસ્વી
- લકીરો (૨૦૨૩): સૌમ્યા
- ૨૧ મુ ટિફિન (૨૦૨૧): નીતલ
- હેપ્પીલી નેવર આફ્ટર (૨૦૨૧): ટીવી સિરીઝ, આકૃતિ દેસાઈ (૫ એપિસોડ)
- ૧૧૦ (૨૦૨૧): ટીવી મિની સિરીઝ (૧ એપિસોડ)
- ધૂંઆધાર (૨૦૨૧): ગીત
- ચસ્કેલા (૨૦૨૧): ટીવી સિરીઝ, માનસી (૧ એપિસોડ)
- ટાઈમ્સઅપ (૨૦૧૯): શોર્ટ ફિલ્મ
- પાઘડી (ધ ટર્બન) (૨૦૧૮): માર્ગી (આદિત્યની બહેન)
- શું થયું? (૨૦૧૮):
- ફેરા ફેરી હેરા ફેરી (૨૦૧૮): જૂહી
- અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટેલર (૨૦૧૭):
- છેલ્લો દિવસ: અ ન્યૂ બિગિનિંગ (૨૦૧૫): ઈશા
