વ્હાલી ફિલ્મ
ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’નું ટ્રેલર થયું રિલીઝ:
ઇવેન્ટ્સ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત, એક હૃદયસ્પર્શી પારિવારિક વાર્તા, ‘વ્હાલી’ ૧૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, બંધન, વિશ્વાસ અને એકતાની ઉજવણી કરતી આ ફિલ્મ દર્શકોના દિલ જીતી લેવા માટે તૈયાર છે.
આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન ઇવેન્ટ્સ ઇન્ડિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ‘વ્હાલી’માં કલાકારોની એક મજબૂત ટુકડી જોવા મળશે, જેમાં ભાવિન ભાનુશાલી (પાર્થ), માઝેલ વ્યાસ (પ્રિયા), સચિન પારેખ (પરિમલ), અર્પિતા સેઠિયા (મમતા), ભૂમિ શુક્લા (કલ્પના), વિશાલ સોલંકી (આદિ), ગાયત્રી રાવલ ઘડિયાળી (અનુ માસી), વિધી ચિતાલિયા, પંડિત કૃણાલ (મહાદેવ), નીલેશ પંડ્યા, શેફાલી મહિડા (ખ્યાતિ) અને જય ભટ્ટ જેવા નામો શામેલ છે.
ફિલ્મના ક્રિએટિવ હેડ વિકી કૃષ્ણ મોહલા છે, જ્યારે સિનેમેટોગ્રાફી તપન વ્યાસ દ્વારા કરવામાં આવી છે. ચિરાગ ઠક્કર એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે અને વાર્તા ગૌરવ નાયક દ્વારા લખવામાં આવી છે, જેમણે સ્ક્રીનપ્લે અને સંવાદો પણ તૈયાર કર્યા છે. ફિલ્મનું સંપાદન ઓમકાર મોહલા દ્વારા કરવામાં આવ્યું છે, અને પ્રોડક્શન ડિઝાઇન હિતેશ પીત્રોડા એ સંભાળી છે.
ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પાર્થ ભરત ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ગીતકાર તરીકે ચિરાગ ત્રિપાઠી અને દિલીપ રાવલ જોડાયા છે, અને ફિલ્મના ગીતો આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવી જેવા જાણીતા ગાયકોએ ગાયા છે. કોરિયોગ્રાફી લોલીપોપ સંજય પ્રધાન દ્વારા કરવામાં આવી છે.
‘વ્હાલી’ એ ગુજરાતી સિનેમાની એક એવી ફિલ્મ છે જે દર્શકોને હસાવશે અને રડાવશે. તે લાગણીઓની એક રોલર-કોસ્ટર રાઇડ કરાવશે અને દર્શકોના હૃદયને સ્પર્શી જશે. આ એક એવી ફિલ્મ છે જે પરિવારના નાનાથી માંડીને મોટેરા સાથે બેસીને જોઈ શકશે. ભાવિન ભાનુશાલી અને માઝેલ વ્યાસની જોડી ગુજરાતી દર્શકોને ઘણી જ ગમી છે અને આ ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી જોવાલાયક રહેશે.
ફિલ્મનું પ્રમોશન અને માર્કેટિંગ મોશન મિંગલ, પિરામિડ સ્ટોન્સ, કેટાલિસ્ટ ક્રિએટ્સ અને બ્લો હોર્ન મીડિયા દ્વારા સંભાળવામાં આવ્યું છે. ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. ની છે.
તો તૈયાર રહો, ૧૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં ‘વ્હાલી’ પરિવાર સાથે જોવા માટે! આ એક એવી ફિલ્મ છે જે તમને પ્રેમ, બંધન અને સંબંધોનું મહત્વ યાદ અપાવશે.
