વિશ્વસ્થ ફિલ્મ
|

વિશ્વસ્થ ફિલ્મ: વિશ્વાસ અને આસ્થાની હૃદયસ્પર્શી પ્રેમકથા

ટેલિવિઝન અભિનેત્રી સોનમ લાંબા, જેમને સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી લોકપ્રિય સીરિયલ “સાથ નિભાના સાથિયા” માં વિદ્યાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવી હતી, તે હવે મોટી સ્ક્રીન પર ધમાકો કરવા તૈયાર છે. તેમની ગુજરાતી ફિલ્મ “વિશ્વસ્થ” 7 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ અંગે સોનમ ખૂબ જ ઉત્સાહિત છે અને આ ફિલ્મ ડ્રામા અને રોમાન્સ જેનરની છે.

વિશ્વસ્થ ફિલ્મનું ટ્રેલર

ફિલ્મની વાર્તા

“વિશ્વસ્થ” વિશ્વાસ અને આસ્થાની એક હૃદયસ્પર્શી પ્રેમકહાની છે. આસ્થા એક સરળ અને નિર્મળ ગામડી છોકરી છે જે બોલી શકતી નથી, જેના કારણે લોકો તેને મજાકનું પાત્ર બનાવે છે. જોકે, તેણે પોતાની અંદર એક નવી દુનિયા બનાવી છે જ્યાં તે ડરેલી હોવા છતાં પોતાની માતા અને મિત્ર સાથે ખુશ રહે છે. તેના જીવનમાં વિશ્વાસ પ્રવેશે છે, જે આસ્થાની આંખોમાંથી તેની લાગણીઓને સમજી શકે છે. વિશ્વાસ દરેક પરિસ્થિતિમાં આસ્થાનો સાથ આપે છે અને તેમની વચ્ચે એક અનોખો પ્રેમ બંધાય છે.

કલાકારો અને ક્રૂ

આ ફિલ્મમાં નિકુંજ મોદી અને સોનમ લાંબા મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે વૈશાખી શાહ અને પ્રશાંત બારોટ પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશક નિકુંજ મોદી પોતે છે અને તેઓ ફિલ્મના હીરો પણ છે. રાજેશ પટેલ આ ફિલ્મના નિર્માતા અને લેખક છે, જ્યારે પૂર્વેશ દવેએ સંગીત આપ્યું છે અને મિશલ ભાટિયાએ ગીતો લખ્યા છે. કેયુર જાની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે, જ્યારે બ્રિજેશ પંચાલ સ્ક્રીનપ્લે અને સંવાદ લેખક છે. ઝહીર નકવી સિનેમેટોગ્રાફી સંભાળી છે અને જીગર સી ભુવાએ ફિલ્મનું સંપાદન કર્યું છે. અંશ પટેલ કો-પ્રોડ્યુસર તરીકે જોડાયા છે.

સંગીતની વિશેષતા

ચરિત્રોની પસંદગી બાબતે ખૂબ જ પસંદગીશીલ રહેનાર સોનમ લાંબાની આ ગુજરાતી ફિલ્મના ગીતો બોલિવૂડના જાણીતા ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે. ફિલ્મના ટાઈટલ ટ્રેક જાવેદ અલીએ ગાયું છે અને હોળીના ગીત માટે દેવ નેગીનો અવાજ સાંભળવા મળશે. ફિલ્મમાં એક આઇટમ સૉન્ગ પણ શામેલ છે, જે દર્શકોને મનોરંજન પૂરું પાડશે.

“રૈયા એન્ટરપ્રાઈઝ” ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક નવો આયામ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે.

0 Reviews

Write a Review

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *